શિક્ષણની ઉપયોગીતા....
તમે બાળકોને જે શિક્ષણ આપો છો તે તેના જીવનમાં ક્યારે અને કેવી પરિસ્થિતિમાં ઉપયોગી નિવડશે, તે શિક્ષણ આપનારા શિક્ષક તરીકે તમે જાણો છો??
બાળકોને જો પુછવામાં આવે કે પૃથ્વી પર સૌથી વધારે કંટાળાજનક સ્થળ કયું??? તો મોટાભાગના બાળકોનો જવાબ હશે કે “અમારો વર્ગખંડ [હા,મારી શાળા એવો જવાબ નહી મળે,કારણ કે શાળામાં મૂક્ત વાતાવરણ બનાવવું અને તેને લાંબા સમય સુધી ટકાવી રાખવું શક્ય છે, પણ વર્ગખંડમાં ગમે તેટલું મુક્ત વાતાવરણ ઉભું કરો તો પણ તેને વધારે સમય જાળવી શકાશે નહી,[અને એટલે જ તો આપણે આપણી ટ્રેનિંગમાં પણ કેટલીક વાર પાણી પીવા જવાના બહાને ટ્રેનીંગ-વર્ગની બહાર નીકળીને થોડી મુક્તિનો આનંદ લઇ લઈએ છીએ...]ચાર દિવાલોની વચ્ચે જ બેસી આખી દુનિયા વિશેનું માર્ગદર્શન/શિક્ષણ/સમજ આપી શકે તેવો શિક્ષક/શિક્ષણવિદ્/માર્ગદર્શક આપણા વચ્ચે ભાગ્ય જ મળશે.. અને તેમાં પણ સામાજિક વિજ્ઞાન /પર્યાવરણ/વિજ્ઞાન ટેકનોલોજી વગેરે વિષયોમાંના એકમો હું બાળકોને વર્ગખંડમાં જ શીખવી શકું છું તેવું જો હું કહું તો માની લેજો કે તે મારો ફક્ત વહેમ હશે અથવા તો મોટામાં મોટું ગપ્પું!!! કારણ કે બાળકો આવા વિષયો અને તેમાંના મોટાભાગના એકમોને જાણવા માટે શાળા હોઈ શકે છે પરંતુ તેને સમજવા માટે તો શાળા બહારનું તેને લગતું પર્યાવરણ જ તેનું સૌથી અસરકારક T.L.M. હોઈ શકે છે...આવા એકમોમાં જો શાળા બહારના પર્યાવરણનો ઉપયોગ કર્યા વિના જ પરીક્ષાલક્ષી અભ્યાસક્રમના ભાગરૂપે વર્ગખંડોમાં જ ગમે તેટલી મહા-મહેનતથી શીખવી દઈશું તો પણ આ શીખવેલ “ગોખણ-જ્ઞાન”ને પરીક્ષા સુધી બાળકના સ્મૃતિકોશોમાં સાચવી રખાવવું ખૂબ જ મુશ્કેલ અને પોતાના અગામી જીવન માટે ઉપયોગી બને તે માટે ચિરસ્થાયી બનાવવું તો અશક્ય જ સમજવું !!! બાળકોને આવું ચિરસ્થાયી અને તેથી તેના અગામી જીવનકાળમાં ઉપયોગીતાના હેતુ સાથે અમારી શાળા ગત વર્ષની જેમ આ વર્ષમાં પણ પ્રયત્નશીલ રહી જે આપ અમારા વધુ ફોટોગ્રાફ્સમાં જોઈ તથા જાણી પણ શકશો....
સ્થળ પર જઈને બોરીબંધની સમજ-રૂબરૂ શિક્ષણ
ચેકડેમની મુલાકાત...ઉપયોગીતા અને જરૂરિયાતની સમજ
શાળા મેદાનમાં જ ખેતતલાવડીનું નિદર્શન
પોતે મેળવેલ સમજનું વર્ગના બાળકો સામે વિવરણ .અને ત્યારબાદ ચર્ચા અને પ્રશ્નોત્તરી...
No comments:
Post a Comment